Tuesday, June 5, 2018

દબાણ અંગે ની આર.ટી.આઈ



પ્રતિ,શ્રી


જાહેર માહિતી અધિકારી શ્રી,


તલાટી કમ મંત્રી શ્રી


રંગપુર ગ્રામ પંચાયત


રંગપુર.



   વિષય- માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ માહિતી મળવા બાબત.



૧. અરજદારનું નામ- જે હોય તે.


૨. સરનામું.- જે હોય તે


૩. મોબાઈલ નંબર-જે હોય તે


૪ .જરૂરી માહિતીની વિગતો નીચે મુજબ આપવા વિનંતી.


   (૧). મોજે રંગપુર ગ્રામ પંચાયતની હદ માં ભારતીય રેલ ની હદ કેટલી આવેલી છે અને તે પૈકી કેટલા સર્વે નંબર માંથી પસાર થાય છે તેનું દુરસ્તી પત્રકની પત્રકની પ્રમાણિત નકલો આપવી.


   (૨) મોજે રંગપર ગામની હદ માં ભારતીય રેલની હદમાં ગામના કેટલા લોકોનું રેલ્વેની જમીન માં દબાણ કરેલ છે. અને ત્યાં કોઈ ખેતી કરે છે કે કેમ . મકાનો બાંધેલ છે કે કેમ . તે તમામ નું નામ અને દબાણની વિગત આપવી.


   (૩)  રંગપર ગામ માં સરકારી પડતર શ્રી સરકાર અને ગૌચર ની જગ્યાઓ અને તેના સર્વે નંબર અને તેમાં કેટલું દબાણ છે અને કોનું છે તેનું નામ અને માપ ની માહિતી આપવી.


   (૪)  રંગપર ગામના રેલ્વે ની હદમાં આવેલ મકાનોની આકારણી અને તેને લગતી તમામ માહિતી આપવી


   (૫)  રંગપર ગામના રેલ્વે હદમાં બનાવેલ મકાનો નું બાંધકામ કયા વર્ષે કરવામાં આવ્યું અને બંધ કામની પરવાનગી આપનાર નું નામ અને હોદો જણાવવો.



સ્થળ-રંગપર .                                                                 


તા.                                                                             અરજદારની સહી

હિન્દી માટે https://za.gl/rtPr

No comments:

Post a Comment