પ્રતિ શ્રી,
જાહેર માહિતી અધિકારી શ્રી,
જીલ્લા આયોજન ઓફીસ
કલેકટર સાહેબશ્રી ની કચેરી,
સુરત.
વિષય- માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫
મુજબ માહિતી મળવા બાબત.
૧. અરજદારનું નામ-જે
હોય તે .
૨. સરનામું
જે હોય તે ૩.
મોબાઈલ નંબર-*****.
૪ .જરૂરી
માહિતીની વિગતો નીચે મુજબ આપવા વિનંતી.
(૧) સ્થાનિક વિસ્તાર વિકાસ માટે ધારા સભ્યશ્રીને
એક આર્થિક વર્ષ માટે કેટલી આર્થીક નિધિ ફાળવવા મા આવે છે? તેમજ તેના વપરાશ માટે ના
કયા કયા નિયમો નિર્ધારિત છે?તેની વિગતવાર માહિતી આપવામાં આવે.
(૨)
સુરત વિસ્તારના ધારાસભ્ય શ્રી ને વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૮ સુધી સ્થાનિક વિસ્તાર વિકાસ
માટે કેટલીક આર્થિક ગ્રાન્ટ ફાળવવા મા આવેલી છે. ધારાસભ્યનિધિ માટે તે બાબત ની સંપૂર્ણ વિગત આપશો.
(૩) સુરતના ધારા સભ્ય શ્રી દ્વારા વર્ષ ૨૦૧૭ થી
૨૦૧૮ સુધી આયોજન ના કયા કયા કામો સૂચવવામાં આવ્યા છે? અને એ કામો પૈકી કેટલા કામો
પૂર્ણ થયેલ છે? એ કેટલા કામો હાલમાં બાકી છે તેની વિગતવાર માહિતી આપવા વિનંતી.
(૪) સુરત વિસ્તારના ધારાસભ્યશ્રી દ્વારા
સુચવેલા કામો અને (બિન આયોજન ના કામો) પર કેટલું ખર્ચ કરવામાં આવ્યું અથવા કેટલી
ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે? તેની વિગતવાર માહિતી આપવા વિનંતી.
(૫) સાંસદ સભ્યશ્રીની સ્થાનિક વિકાસ વિસ્તાર
માટે સુરત વિધાનસભા વિસ્તાર કોઇ આયોજન કે બિન આયોજન આર્થિક ગ્રાન્ટ વર્ષ ૨૦૧૭/૨૦૧૮
સુધી કયા કયા ગામો માટે અને કયા કયા કામો માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તેની
વિગત વાર માહિતી આપવા વિનંતી.
અન્ય વિગતો
(૧) માંગવા આવેલ
માહિતી, માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૮ અથવા ૯ હેઠળ માહિતી જાહેર કરવામાંથી
મુક્તિ આપેલ હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી. અને અમારી જાણકારી મુજબ તે આપની
કચેરી ને લગતી છે. તેમજ માંગવામાં આવેલ માહિતી કે તેનો કોઈ ભાગ અત્રેની કચેરી ને
લાગુના પડતી હોય તો સંબંધિત કચેરીમાં તબદીલ કરીને અમોને લેખિત માં જાણ કરવી.
(૨) માંગવામાં આવેલી તમામ માહિતીની પ્રમાણિત નકલો
પૂરી પાડવી.
(૩) ફી ના રુપિયા ૨૦ નોન જ્યુડીશ્યલ આ સ્ટેમ્પ આ સાથે સામેલ છે.
સ્થળ.
*ગુજરાતના ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી કાયદેસર રીતે શું-શું કામો કરવાના હોય છે?*
ReplyDeleteજાણો......
http://iparilkatrodiya.blogspot.com/2020/05/blog-post.html
https://www.blogger.com/blog/post/edit/1470014563081515743/575550588613032091
ReplyDelete