માહિતી અધિકાર માર્ગદર્શિકા


       ભારત એક લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહીમાં  એક સામાન્ય માણસ જ દેશનો અસલી હીરો હોય છે. એટલા માટે દરેક નાગરિક  સરકાર ની તમામ ગતિવિધિ પર નજર રાખી શકે છે. સરકાર ક્યાં કેવીરીતે શું કરી રહી છે. વગેરે બાબત જાણવાનો દરેક નાગરિકને હક છે.  પ્રત્યેક જાહેર સતા મંડળના કામ કાજ માં પારદર્શિતા અને જવાબદારીને ઉતેજન આપવાના હેતુથી જાહેર સતા મંડળોના નિયંત્રણ હેઠડમાહિતી નાગરિકો મેડવી શકે તેવા માહિતીના અધિકારના વ્યવહારુ તંત્ર ની રચના કરવા કેન્દ્રીયમાહિતી પંચ અને રાજ્ય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેની આનુષંગીક બાબતો માટેની જોગવાઈ કરવા બાબતનો અધિનિયમ.
ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્ય ની સ્થાપના કરેલ છે.લોકશાહીમાંલોકો એટ્લે કે નાગરિકો સર્વોપરી છે. એટ્લે જ દેશ ની સર્વોચ્ચ સંસ્થા નીરચના થઈ, સરકાર દ્વારા કે વતી થી થતાં તમામ જાહેર કર્યો માટે જાહેરનાણાં  ખર્ચાયછે. નીતિઓ અને કાયદાઓ ઘડાયા પછી તેનો અમલકરવાની જવાબદારી જાહેર સંસ્થાઓની છે. આ બધી જાહેર સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે. શું કામ કરેછે? તેમાં કેટલા નાણાં કેવી રીતે ખર્ચાયા ? તે જાણવાનો દેશના તમામ નાગરીકોને અધિકાર છે. નાગરિકોને જાણવાનો અધિકાર “માહિતી અધિકાર નો કાયદો ૨૦૦૫” દ્વારા નિશ્ચિત થાય છે. આકાયદો તમામ નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે. માહિતી અધિકારના ઉપયોગ દ્વારા લોકશાહી મજબુત અને અર્થપૂર્ણ  બનશે,
માહિતી અધિકાર અધિનિયમ દરેક નાગરિક ને અધિકાર આપે છે કે તે ,
સરકારને કોઈ પણ સવાલ પુછી  શકે છે.અને કોઈ પણ પ્રકારની માહિતી માંગી શકે છે.
કોઈ પણ પ્રકારના સરકારી દસ્તાવેજની પ્રમાણિત નકલ લઇ શકે છે.
કોઈ પણ પ્રકારના દસ્તાવેજ ને જોઈ શકે છે અને તપાસી શકે છે.


 માહિતી મેળવવા અરજી કેવીરીતે લખશો?

માહિતી અધિકારના કાડા મુજબ માહિતી એટલે કોઈ પણ સામગ્રી તે કોઈ પણ સ્વરૂપ માં હોય , રેકર્ડ દસ્તાવેજ મેમો ઇ મેઈલ અભિપ્રાય સલાહ પરિપત્ર હુકમ લૉગબુક કરાર નમૂના ડેટા માટેરિયલ અનેવ કોઈ પણ જાહેર સતા મંડળ ની પહોંચ માં આવતી માહિતી ,
માહિતી ના અધિકાર માં સરકાર પાસે થી તથા તેની પહોંચમાં હોય તેવી તમામરેકર્ડ અને દસ્તાવેજો તથા સરકારી કામોની તપાસણીકરવાનો તેની નોંધલેવાનો કે તેનો તેનો કોઈ ભાગ કે દસ્તાવેજ રેકર્ડ ની પ્રમાણિત નકલ મેળવવાનો સમાવેશ થાય છે.
આ કાડા હેઠડમાહિતી મેળવવા ઇચ્છતા નાગરિકને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કદની કલામ ૬(૧) ખ મુજબા અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપ માં રજૂ કરવા જાહેર માહિતી અધિકારી તમામ સહાય કરશે.
અરજી કોરા કાગળ પર લખી  શકાય છે. છાપેલા ફોર્મ માં આપવી જરુરુ નથી . અરજી માં તમે જરુરુ માહિતી ટુંક માં માંગો , તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઇયે છે તે અંગે વિગતવાર ફરિયાદ લખવાની જરૂર નથીઉ. તેમ કરવાથી આપણે જરૂરી માહિતી મેળવવાના વિલંબ થઈ શકે છે, અથવા સ્પષ્ટતા ના અભાવે બિન જરૂરી માહિતી મળે તેવું બને.

અરજીમાં શું લખશો?
જાહેર માહિતી અધિકારી, તેના ખાતા વિભાગ કે કચેરી નું નામ તથા સરનામું લખો.
અરજદારનું નામ તથા પત્ર વ્યવહાર નું સરનામું
જે માહિતી આપને જોઇયે છે તેની મુદાસર ટુંકી વિગત

તમે ભરેલી અરજી ફી ની વિગત ,
જો તમારી પાસે બી પી એલ રાશનકાર્ડ છે તો સંપુર્ણ માહિતી તમને ફ્રી માં મળશે અરજી માં બી પી એલ રાશન કાર્ડ ની નકલ જોડવી અને અરજી માં લખવું કે હું બી પી એલ રાશન કાર્ડ ધરાવું છું મને માહિતી ફ્રી માં આપવી.
 
તમારું નામ સરનામું તારીખ લખવી .


2 comments: