Thursday, June 7, 2018

સસ્તા અનાજ ને લગતી આર.ટી.આઈ.





પ્રતિ શ્રી,


જાહેર માહિતી અધિકારી શ્રી,


મામલતદાર સાહેબ શ્રી ની કચેરી,


ભુજ-કચ્છ.


 વિષય- માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ માહિતી મળવા બાબત.



૧. અરજદારનું નામ-જે હોય તે .


૨. સરનામું જે હોય તે ૩.


 મોબાઈલ નંબર-*****.


૪ .જરૂરી માહિતીની વિગતો નીચે મુજબ આપવા વિનંતી.


   (૧) સુખપર ફેરપ્રાઈઝ દુકાનદારને જુન-૨૦૧૮ ના મહિના મા કુલ્લ કેટલો જથો આપવામાં આવ્યો તે દરેકની કિલોગ્રામ કે લીટર દીઠ ની માહિતી આપવી.


   (૨) ફેરપ્રાઈઝ દુકાનદારે સુખપર ના કયા કાર્ડ ધારકને કયો અને કેટલો જથો આપ્યો તે દરેક કાર્ડ ધારક ની અલગ અલગ માહિતી આપવી.


   (૩ સુખપર ફેરપ્રાઈઝ દુકાનદારે કેટલા કાર્ડ ધારકોને પી.ડી.એસ કુપન મુજબ તેમજ કેટલા કાર્ડ ધારકોને કુપન વગર વિતરણ કર્યું તે દરેકની કાર્ડ ધારકોના નામ સાથે ની માહિતી આપવી.





અન્ય વિગતો    


(૧) માંગવા આવેલ માહિતી, માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૮ અથવા ૯ હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલ હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી. અને અમારી જાણકારી મુજબ તે આપની કચેરી ને લગતી છે. તેમજ માંગવામાં આવેલ માહિતી કે તેનો કોઈ ભાગ અત્રેની કચેરી ને લાગુના પડતી હોય તો સંબંધિત કચેરીમાં તબદીલ કરીને અમોને લેખિત માં જાણ કરવી.


(૨)  માંગવામાં આવેલી તમામ માહિતીની પ્રમાણિત નકલો પૂરી પાડવી.


(૩)  ફી ના રુપિયા ૨૦ નોન  જ્યુડીશ્યલ આ સ્ટેમ્પ આ સાથે સામેલ છે.    



સ્થળ.


                                                               


તા.                                                                         અરજદારની સહી



























No comments:

Post a Comment